7 લાખમાં વેચાઈ રહી છે 1 રૂપિયાની
નોટ, જાણો તેની ખાસિયત વિશે 20 વર્ષ પહેલા ભારત
સરકારે પોતાની કરન્સી એક રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધુ હતુ. હવે એક જાન્યુઆરી 2015થી તેનું છાપકામ
ફરી શરૂ થઈ
રહ્યું છે. થોડાક જ દિવસોમાં નવી નોટ તમારા ખિસ્સામાં હશે. પરંતુ જૂની નોટ હજુ ખતમ
નથી થઈ. એક ઓનલાઇન પ્લેટફોર્મ પર એક રૂપિયાની જૂની નોટ વેચાણ માટે
મુકવામાં આવી છે. જે વર્ષની નોટ તમારે જોઇએ છે તે તમે થોડાક રૂપિયા ખર્ચીને
ખરીદી શકો છો. પરંતુ તેમાંથી એક નોટ એવી પણ છે જે આઝાદી પહેલાની છે અને
તેની કિંમત 7 લાખ
રૂપિયા છે.